ધોરણ 9 અને 10 સર્વગ્રાહી મુલ્યાંકન 

SCE STD-9 & 10 VERSION 7.14
નમસ્કાર મિત્રો,
                     ધણા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. મિત્રો આપ ઘણા સમયથી ધો.૯ અને ધો.૧૦નું સર્વગ્રાહી મુલ્યાંકનનું નવુ ફેરફાર વાળા પત્રકની રાહ જોઇ રહ્યા છો. હવે આપના ઇન્તજારનો અંત આવે છે. ધો.૯માં A4 સાઇઝ ના પેપરમાં એકજ બાજુ પરિણામ પત્રકની તમામ માહિતી આવીજાય તેમ એક નવું પેઇઝ બનાવેલ છે જેના દ્વારા વિદ્યાર્થીને આપ તે પરિણામ પત્રક તરીકે આપી શકો છો. બીજુ એ કે આ પત્રકમાં વિદ્યાર્થીને તમામ FA, SA માં 33%  ગુણ આવવા ફરજીયાત છે નહિતર Needs Improvement બતાવશે. જો આપ કોઇ ચોક્કસ માહિતી ધરાવતા હોયતો જનરલ ગુણ દ્વારા વિદ્યાર્થીને પાસ કરવા માટેની શીટ આપને જોઇતી હોય તો મારા ઇમેઇલ આઇડી પર રીક્વેસ્ટ મોકલશો.હું બને તેટલુ જલદીથી આપને તેવી શીટ સેન્ડ કરીશ.   
SCE STD-9 & 10 VERSION 7.14                     ધો.૧૦ના પત્રકમાં એક નવું પેઇઝ બનાવેલ છે. તે આપને બોર્ડની ઓનલાઇન આંતરિક ગુણ દાખલ કરવા તે પ્રિન્ટ આઉટ કરી સાથે રાખી સરળતાથી ઓનલાઇન માર્કસ નાખી શકો છો. ધો.૯ અને ૧૦ ના પત્રકો ૧૦૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે બનાવેલ છે.આ પત્રકોમાં HELP મેનુનો પણ સમાવેશ કરેલ છે.
                     મિત્રો આપને ખાસ વિનંતી છે કે આ પત્રકનો ઉપયોગ કરતાં પહેલા મોક માર્કસ નાખીને પત્રક ચકાશી લેશો.અને કોઇ ક્ષતિ હોય તો મને જલદીથી મારા ઇમેઇલ આઇડી પર તેની જાણ કરશો તો હું તે સુધારીને જલદીથી મૂકી શકું. ધણા મિત્રો વર્ષના અંતમા મને જાણ કરે છે તે સમયે મારી પાસે સમયનો અભાવ હોય છે.તેથી હું આપને જલદીથી મદદ કરી શકતો નથી તો આ બાબત ખાસ ધ્યાન પર રાખશો.

સતનામ પટેલ અને એજ્યુસફર મિત્રો

TO DOWNLOAD SCE STD-9 CLICK HERE

TO DOWNLOAD SCE STD-10CLICK HERE 


5 comments:

 1. ધન્યવાદ

  ReplyDelete
 2. Can you help us in adding indicators in english?
  is it is possible than please send it to my email.
  dhaiyagor01@yahoo.in
  if you will help than we will so greatful for that..

  ReplyDelete
 3. ધોરણ ૯ ના પરિણામ પત્રકમાં ગયા વર્ષે એસ.એ. ૧ અને એસ.એ. ૨ માં વિદ્યાર્થીને ઓછામાં ઓછા ૧૦ ગુણ થાય તો જ ઇ.ક્યુ.સી માં આવતો જ્યારે નવા પરિણામમાં વિદ્યાર્થીને એસ.એ.૧,૨ માં ૬ ગુણ થતા હોય તો પણ એફ.એ.ના ગુણને આધારે પાસ થઇ જાય છે તો પછી ઉપચારાત્મક ટેસ્ટ્ની શી જરૂરિયાત છે. નવુ પરિણામ સમજાતુ નથી. તો જાણકારી આપશો

  ReplyDelete

 
Top